Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આજી-૨ ડેમમાંથી યુવાનની લાશ મળીઃ સૌ.યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગનું આદિત્ય રાવલ નામનું આઇકાર્ડ મળ્યું

ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરીઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૭: શહેરના માધાપર ગામ ઇશ્વરીયા મહાદેવ મંદિરથી આગળ આવેલા આજી-૨ ડેમમાંથી આજે બપોરે એક યુવાનની લાશ મળી આવી છે. ફાયર બ્રિગેડને વિજયભાઇ નામની વ્યકિતએ જાણ કરતાં સંજયભાઇ બાબરીયા, સંજયભાઇ મુછાળ, અજયભા સહિતના જવાનોએ પહોંચી મૃતદેહ બહાર કાઢી ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. ગાંધીગ્રામના પીએસઆઇ સોમૈયા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાં મૃતક પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમેસ્ટ્રી વિભાગનું આઇકાર્ડ મળ્યું છે. જેમાં આદિત્ય પ્રકાશભાઇ રાવલ (ઉ.વ.૨૩)-એરપોર્ટ રોડ રાજકૃતિ એપાર્ટમેન્ટનું એડ્રેસ છે. જેમાં પીએચડી પણ લખ્યું હોઇ તે પીએચડી કરી રહ્યો હોવાનું અનુમાન છે. પોલીસે તેના વાલીવારસને બોલાવવા કાર્યવાહી કરી છે. યુવાને આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્વીરમાં મૃતદેહ બહાર કાઢી રહેલા ફાયર બ્રિગેડના જવાનો અને જેનો મૃતદેહ મળ્યો તે યુવાન જોઇ શકાય છે. 

(3:56 pm IST)