Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

રાજકોટ જિલ્લાના ૧૦૧ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણઃ બીજા ૧૦૦ એની નજીક

રાજકોટ તા. ૭ : જિલ્લામાં રસીકરણ અભિયાન ગતિથી ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયતના વહીવટી તંત્રએ આરોગ્ય શાખાના માધ્યમથી સંપૂર્ણ રસીકરણ માટે કમરકસી છે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ૧૦૧ ગામો પ્રથમ ડોઝના રસીકરણમાં ૧૦૦ ટકાની સિધ્ધીએ પહોંચી ગયા છે.

ગામમાં ૧૮ વર્ષથી ઉપરના રસી મેળવવા પાત્ર તમામ લોકોએ પ્રથમ ડોઝ મેળવી લીધો હોય તેવા ૧૦૧ ગામો છે. બીજા ૧૦૦ જેટલા ગામો ૯૦ ટકાથી આગળ વધીને ૧૦૦ ટકાની નજીક પહોચવામાં છે. જયા પ્રથમ ડોઝ અપાઇ ગયા છે. ત્યાં બીજા ડોઝ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ડી.ડી.ઓ. દેવ ચૌધરીએ લોકો રસીકરણમાં સંપૂર્ણ સહકાર આપે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

ગઇકાલ સાંજ સુધીની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં કોરોનાના માત્ર ર એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં ૬,૪ર,૧ર૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ જેમાંથી ૧૪૯ર૩ લોકો કોરાનાગ્રસ્ત માલુમ પડયા હતા.

(3:57 pm IST)