Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

રાજકોટ જીલ્લાના ૧૩ ગામોમાં રસ્તા અનાજની દુકાનો માટે ઓન-લાઇન અરજીઓ મંગાવાઇ

રાજકોટ તા. ૭ :.. કલેકટર તંત્ર દ્વારા જીલ્લાનાં ૧૩ ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનો માટે અરજીઓ ઓન-લાઇન મંગાવાઇ છે. ર૩ સપ્ટેમ્બર સુધીમાં આ અરજીઓ કરવાની રહેશે.

આ સસ્તા અનાજની દુકાન માટે સંસ્થા કે વ્યકિતગત  અરજદારે ipds.gujarat.gov.in/ilmsપોર્ટલ પર login જનરેટ કરી તા. ૦૯-૯-ર૦ર૧ થી તા. ર૩-૯-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ilms પોર્ટલના “Help Documents”  menuમાં કઇ રીતે ઓનલાઇન અરજી કરવી તેનું સંપૂર્ણ ગાઇડલાઇન આપવામાં આવેલ છે. મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજી પત્રકો રદબાતલ ગણવામાં આવશે.  ખીરસરા, ઘંટેશ્વર, બોરીયા, સાણથલી, વિરનગર, નગરપીપળીયા-ધુડીયા દોમડા, ચાંપાબેડા-થોરડી,કાલભંડી, ગોમટા હડમતાળા-પાટીયાળી, અનિડા (ભા)- નાના ઉમવાડા, વેજાગામ-ગરનાળા, રીબડા-પીપળીયા, વાસાવડ વગેરે ગામ માટે આ અરજી મંગાવાઇ છે. 

(3:57 pm IST)