Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોની માળખાકીય સુવિધા માટે ૧૮.૭૫ કરોડની ગ્રાન્ટ ફાળવતુ ફાયનાન્સ બોર્ડ

રાજયની આઠ મનપાને કુલ ૧૮૭.૫૦ કોરોડની ફાળવણી કરાઇઃ મુખ્યમંત્રી વિજયભાઇનાં માર્ગદર્શન હેઠળ ધનસુખભાઇ ભંડેરી દ્વારા વિકાસકામોની ગતી વધારવા ત્વરીત નાણાની ફાળવણી

રાજકોટ, તા., ૭: રાજકોટ સહીત રાજયના આઠ મહાનગર પાલીકામાં ભળેલા નવા વિસ્તારમાં માળખાકીય સુવિધા માટે મ્યુ. ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ. ૧૮૭.પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું.

આ અંગે ધનસુખભાઇએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર૦ર૦-ર૧ અંતર્ગત મહાનગર પાલીકામાં નવા ભળેલા વિસ્તારમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરની સુવિધા માટે રૂ. રપ૦ કરોડની વિશેષ જોગવાઇ પૈકી અમદાવાદન રૂ. ૭૦.પ૦ કરોડ, સુરતને રૂ. પ૬.રપ કરોડ, વડોદરાને રૂ. ર૧ કરોડ, રાજકોટને રૂ. ૧૮.૭પ કરોડ, ભાવનગરને રૂ. ૭.પ કરોડ, જામનગરને રૂ. ૭પ કરોડ, જુનાગઢને રૂ. ૩.૭પ કરોડ, ગાંધીનગરને રૂ. ર.રપ કરોડ સહિત, કુલ ૧૮૭.પ૦ કરોડની ફાળવણી કરવામાં આવનાર હોવાનું ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું. 

(3:58 pm IST)