Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

મ.ન.પા.ના સિકયોરિટી ગાર્ડ ૩ મહિનાથી પગાર વિહોણા : નવી એજન્સીના કોન્ટ્રાકટ પેન્ડીંગ

જુના કોન્ટ્રાકટરની મુદત વધારાઇ : નવી એજન્સી આવે તો બધુ વ્યવસ્થિત થાય

રાજકોટ, તા. ૭ :  મ.ન.પા.માં વર્તમાન સિકયોરીટી એજન્સીની વ્યવસ્થા નહીં હોવાનું અને સિકયોરીટી ગાર્ડના પગાર પણ નહીં અપાતા હોવાની ફરીયાદો ઉઠી છે.

સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હાલની એજન્સીનો કોન્ટ્રાકટ ૬ મહિના પહેલા પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં આ એજન્સીને વગર ટેન્ડરે મુદત વધારી અને કામ ચાલુ રખાવ્યું છે.

દરમિયાન એજન્સી દ્વારા સિકયોરીટી ગાર્ડને ત્રણ મહિનાથી પગાર પણ નથી અપાયો બીજી તરફ સિકયોરીટીના નવા કોન્ટ્રાકટ માટે નવી એજન્સીઓ એ ટેન્ડરો ભર્યા છે. તેનાં કોન્ટ્રાકટનો નિર્ણય હજી પેન્ડીંગ છે.

ત્યારે તંત્ર દ્વારા નવા કોન્ટ્રાકટરો આપવાનું શરૂ થાય તો સીકયોરીટીની વ્યવસ્થા સુધરી શકે તેવી ચર્ચા જાગી છે. 

(3:59 pm IST)