Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પરપ્રાંતિય મજૂરોની પોલીસમા જાણ ન કરનાર ચાર હોટલ સંચાલકો સામે કાર્યવાહી

તાલુકા પોલીસે પપ નેપાળી પરીવારને ચેક કરાયાઃ ૯ પરીવારની સીટીઝન પોર્ટલમાં નોંધણી કરાવાઇ

રાજકોટ તા. ૭ : શહેરના તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પ્રરપ્રાતિયોને હોટલમાં નોકરી આપી અથવા મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનારા ચાર હોટલ સંચાલકો સામે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પરપ્રાંતિયોને મકાન, હોટેલ અથવા રૂમ ભાડે આપી પોલીસ મથકમાં જાણ ન કરનારી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એન.ડી.ડામોર, પી.એસ.આઇ. એન. કે. રાજપુરોહીત, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, જે.ડી.વાઘેલા હેડ કોન્સ મોહસીનખાન, હેડકોન્સ કલ્પેશભાઇ સહિતે  ૮૦ ફુટ રોડ તથા મોટામવા અનેક કાલાવડ રોડ પર ચેક કરતા રેસ્ટોરન્ટ તથા હોટલમાં નેપાળીઓને નોકરીએ રાખી પોલીસને જાણ ન કરનાર જય મહીપતભાઇ નિમાવત (રહે. હરીનગર મેઇન રોડ), પુનીતનગર સોસાયટીના જયેશ કીરીટભાઇ ઉપાધ્યાય, એરપોર્ટ ફાટક સામે એવીએશ સોસાયટીના રઘુ વિભાભાઇ જોગરાણા તથા વાવડીગામ આકારહાઇટસના જયેશ નરસિંહભાઇ સુવાગીયા સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી તાલુકા પોલીસે કુલ પપ નેપાળી પરીવારને ચેક કરાયા અનેક પરિવારની સીટીઝન પોર્ટલમાં નોંધણી કરાવે હતી. 

(4:04 pm IST)