Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ. તૂટયા ત્રણ દિવસમાં ડબ્બે ૩૫ રૂ.ઘટી ગયા

રાજકોટ, તા. ૭ :. સૌરાષ્ટ્રમાં મેઘમહેરના પગલે ખાદ્યતેલોમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો.

સ્થાનિક બજારમાં સારા વરસાદના અહેવાલે કપાસીયા તેલમાં સતત મંદી જોવા મળી છે અને આજે વધુ ૧૦ રૂ. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૨૦ રૂ. હતા જે ઘટીને આજે બપોરે ૧૪૧૦ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ૨૪૩૦ થી ૨૪૬૦ રૂ. હતા તે ઘટીને ૨૪૨૦ થી ૨૪૫૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

છેલ્લા ૩ દિવસમાં સતત મંદીના કારણે કપાસીયા તેલના ડબ્બે ૩૫ રૂ.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટાડો થાય તેવી વકી છે.

(4:05 pm IST)