Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સોલીડ વેસ્ટ શાખાના ચેકીંગમાં પર્યુષણ પર્વમાં ચિકન-મચ્છી વેચતા ઇરફાન હાજી ઝડપાયાઃ પોલીસ ફરીયાદ

રાજકોટ, તા., ૭: પર્યુષણ પર્વ અંગેના મનપાના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઇરફાન હાજી સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે કે     જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે  શહેરમાં તા. ૩ સપ્ટેમ્બરથી તા. ૧૧ સપ્ટેમ્બર  સુધી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાં અનુસંધાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચકાસણી કરાતા તા.૬ સપ્ટેમ્બરના રોજ ખોડીયારનગર શેરી નં. ૧૬માં રહેતા ઈરફાનહાજી ગભારભાઈ કટારીયા પાસેથી ૮૦ કિલો મચ્છી મળી આવતા તેની સામે જાહેરનામાંના ભંગ સબબ IPC-કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે. તેમજ મચ્છીના જથ્થાનો નાશ કરવા સોખડા સેનેટરી ઇન્સ્પેકટરને સોપવામાં આવેલ છે.

(4:05 pm IST)