Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પુરવઠામાં સોફટવેર કૌભાંડ : ૩૦ દુકાનોમાં પ્રાથમિક તપાસ પુરી : કયાંય કશુ વાંધાજનક ન મળ્યું !!

તંત્ર કુલડીમાં ગોળ ભાંગે તેવી શકયતા : માત્ર ૫ દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ

રાજકોટ તા. ૭ : રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર સાબરકાંઠા પોલીસે ઝડપી લીધેલા બોગસ સોફટવેર કૌભાંડ અને તેમાં રાજકોટ પુરવઠાના સસ્તા અનાજના ૩૫થી ૩૬ જેટલા દુકાનદારોની સંડોવણી અંગે નામોની યાદી આપી.

પોલીસ તરફથી મળેલ યાદી બાદ પુરવઠાએ તપાસમાં ઝુંકાવ્યું પરંતુ માત્ર ૫ દુકાનોના ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા અને અન્ય ૩૦ દુકાનોમાં ટીમો દોડાવી... છેલ્લા ૩ દિવસથી તપાસ ચાલતી હતી, લેપટોપ સહિતના સાહિત્ય કબ્જે લેવાયું, પરંતુ સૂત્રોના કહેવા મુજબ પ્રાથમિક તપાસમાં કશું વાંધાજનક મળ્યું નથી. આમ છતાં વિસ્તૃત તપાસ ચાલી રહી છે, જો કે ચર્ચા મુજબ તંત્ર કુલડીમાં ગોળ ભાંગે તેવી શકયતા છે.

તંત્ર પાસે માહિતી આવી, પોલીસે યાદી મોકલી... પરંતુ એવું કશું બન્યું કે, આ રીપોર્ટ લીક થઇ ગયાની ચર્ચા વચ્ચે સસ્તા અનાજના દુકાનદારોએ બધુ સગવગે કરી નાંખ્યું... હવે તંત્ર દોડધામ કરી રહ્યું છે.. જો કે અન્ય અધિકારીઓ ઉમેરી રહ્યા છે કે મળશે, ચોક્કસ કંઇ મળશે... થોડી રાહ જુઓ.

(4:06 pm IST)