Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

બામણબોરની ૭૩૦ એકર જમીન મામલે કાલે કલેકટર દ્વારા સુનાવણી : તંત્રે આ કેસ રીવીઝનમાં લીધો છે

કુલ ૨૧ કેસોનું બોર્ડ : સરફેશીના ૧૮ કેસ અલગ : બામણબોરમાં ૧૭ આસામીને નોટીસો ફટકારાઇ

રાજકોટ તા. ૭ : રાજકોટ કલેકટર તંત્રમાં કાલે કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુનું અત્યંત મહત્વનું બોર્ડ છે, કાલે અપીલના કેસોમાં ૨૧ કેસો તથા સરફેશી એટલે કે બેંક સિકયુટારાઇઝેશનના ૧૮ મળી કુલ ૩૯ કેસોનું બોર્ડ હોય અરજદારો - વકીલો ઉમટી પડશે, પ્રથમ માળે આવેલ કોર્ટની લોબી ઉભરાઇ પડશે.

સૂત્રોના કહેવા મુજબ કાલે કલેકટરના બોર્ડમાં બામણબોરનો ૭૩૦ એકર જમીનનો ચર્ચાસ્પદ કેસ અંગે પણ સુનાવણી હાથ ધરાશે. અત્રે એ નોંધનીય છે કે, કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ તાજેતરમાં બામણબોરના ૭૩૦ એકર જમીન ખાનગી પાર્ટીને ઠેરવવાના ચુકાદાને રીવીઝનમાં લીધો હતો. આ જમીનમાં કુલ ૧૭ દસ્તાવેજ થયા છે, આ તમામને કલેકટર તંત્રે નોટીસો ફટકારી છે, અને હવે કાલે તેની પ્રથમ સુનાવણી હાથ ધરાશે.

(4:06 pm IST)