Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ભાજપ દ્વારા તમામ વોર્ડમાં આજથી 'નમો એપ' અંતર્ગત કાર્યશાળા

રાજકોટ તા. ૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર લોકો વધુને વધુ 'નમો એપ'થી માહિતગાર થાય અને તેની સાથે જોડાય તે અંતર્ગત મહાનગરની કાર્યશાળા સંપન્ન થઇ ગયેલ છે ત્યારે આજે તા.૭ ના મંગળવારના રોજ વોર્ડ નં. ર, ૬, ૭, ૮, ૯, ૧૦ ની તેમજ આવતીકાલે તા.૮ ના બુધવારે વોર્ડ નં. ૧, ૩, ૪, પ, ૧૧, ૧ર, ૧૩, ૧૪, ૧પ, ૧૬, ૧૭ અને૧૮ ની કાર્યશાળા યોજાશે.

'નમ અપ' ના માધ્યમથી કાર્યકર્તાઓ તેમજ દેશવાસીઓ કેન્દ્રની લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓથી માહિતગાર થશે અને કેન્દ્રના વિકાસલક્ષી કાર્યોની માહિતી કાર્યકર્તાઓ 'નમો અપ' ના માધ્યમથી લોકોને પહોંચાડશે અને લોકો આ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરે એ માટે પ્રયત્નશીલ રહેશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વોર્ડવાઇઝ 'નમો એપ' ડાઉનલોડ કરાવવા માટેની કાર્યશાળાને સફળ બનાવવા શહેર ભાજપ આઇ.ટી.સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા, સહઇન્ચાર્જ નીખીલ રાઠોડ, જય શાહ તેમજ શહેર ભાજપ સોશ્યલ મીડીયાના ઇન્ચાર્જ હાર્દિક બોરડ, સહઇન્ચાર્જ શૈલેષ હાપલીયા, જય સોનાગ્રાની આગેવાનીમાં આઇટી-સોશ્યલ મીડીયાની ટીમ, આઇટી-સોશ્યલ મીડીયાના વિધાનસભાવાઇઝ ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ તેમજ તમામ વોર્ડમાં વોર્ડ પ્રમુખની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(4:08 pm IST)