Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વધુ એક નકલી ડોકટરની ધરપકડ

થોરાળા પોલીસેસંત કબીર રોડ પર દરોડો પાડી કાર્યવાહી કરીઃ વર્ષો પહેલા જુનાગઢ સિવિલમાં કમ્પાઉન્ડર હતાં: ૭૨ વર્ષના વિનોદભાઇ છત્રીસ વર્ષથી પ્રેકટીસ કરતા હતાં

રાજકોટ તા. ૭: શહેરમાં વધુ એક નકલી ડોકટર પોલીસની ઝપટમાં આવ્યા છે. સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં ગોકુલ ડેરીની બાજુમાં એક વૃધ્ધ નામ વગરના કિલનીકમાં ડિગ્રી વગર દવાખાનુ ચલાવતાં હોવાની બાતમી પરથી થોરાળા પોલીસે દરોડો પાડી વિનોદભાઇ મુળજીભાઇ ભીમાણી (ઉ.વ.૭૨-રહે. હસનવાડી-૨)ની સામે આઇપીસી ૪૧૯, મેડિકલ પ્રેકટીશનર એકટ હેઠળ ગુનો નોંધી ડિગ્રી વગર ડોકટર બની દવાખાનુ ચલાવવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ગોકુલડેરીની બાજુમાં જગદીશભાઇની ઓરડીમાં એક બોગસ ડોકટર પ્રેકટીશ કરતાં હોવાની બાતમી કોન્સ. સહદેવસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં હાજર વૃધ્ધને નામ પુછતાં વિનોદભાઇ ભીમાણી હોવાનું કહ્યું હતું. તેમજ પુછતાછમાં પોતાની પાસે કોઇ ડિગ્રી નહિ હોવાનું અને ધોરણ બાર સુધી ભણ્યાનું કહેતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ વૃધ્ધ અગાઉ જુનાગઢ સિવિલમાં કમ્પાઉન્ડર હતાં. એ પછી છેલ્લા છત્રીસ વર્ષથી ડોકટર તરીકે પ્રેકટીશ કરતાં હતાં.  પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ જી.એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, શૈલેષભાઇ ભીસડીયા, નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિજયભાઇ મેતા, કિરણભાઇ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, યુવરાજસિંહ, સહદેવસિંહ, રમેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી. વૃધ્ધને જામીન પર મુકત કરવામાં આવ્યા હતાં.

(12:42 pm IST)