Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મનમાંથી ડર દૂર કરીને કોરોનાને હરાવીએઃ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવનો પ્રેરક સંદેશો

સરકાર કોરોના કાળમાં જરૂર કરતાં ૧૦ ગણી વધુ સુવિધા પુરી પાડી રહી છે ત્યારે...

રાજકોટ તા. ૭ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટના લોકોને ભય મૂકત બની કોવીડ - ૧૯ મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાના કાળની સામે આપણે છેલ્લા ૬ મહિનાથી લડી રહયાં છીએ. આ સમય દરમિયાન ગુજરાત સરકારે લોકોને કોરોનાથી મૂકત બનાવવા માટે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે. રાજકોટની કોવીડ - ૧૯ હોસ્પિટલને ફાઈવસ્ટાર કેટેગરીની બનાવવામાં આવી છે. લોકોને આરોગ્યની સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે.

આ સમયમાં આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાથે મળીને તેને હરાવવાનો છે. આવનારા દિવસોમાં કોરોના હારશે જ તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.

સરકાર દ્વારા લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અભિયાન રૂપી કાર્ય કરવામાં આવી રહયું છે, ત્યારે આ અભિયાનમાં આપણે સૌ સાથે મળીને સહકાર આપીએ. ડરવાના બદલે કોરોના સંક્રમણને આપણે સમજીશું અને તેને અનુરૂપ સાવચેતીના પગલાં ભરશું તો આપણે અવશ્ય ઝડપથી કોરોના મૂકત બની શકીશું.

છેલ્લા ૬ મહિનાથી આપણે કોરોના મહામારીનો સામનો કરી રહયાં છીએ અને હવે ઉત્ત્।રોત્ત્।ર મૃત્યુદર પણ ઘટતો જાય છે. અને તેથી જ આપણે જો કોરોનાને હરાવવો હશે તો થોડી વધારે કાળજી રાખવી પડશે.

આપણે સૌ સાથે મળી આપણા મનમાં રહેલા કોરોનાના ડરને બહાર કાઢી નાખીને કોરોનાનો સામનો કરીએ તો બહું જ જલ્દી 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(2:00 pm IST)