Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હું જાણે ડોકટર બની ગઇ હોઉ તેવી લાગણી થતી હતી : શર્મિન કાલડીયા

કોરોનાના દર્દીઓની ૧૦ દિવસ સુધી કરેલી સારવારનો અનુભવ વાગોળે છે મેડિકલ સ્ટુડન્ટ્સ : જીવના જોખમે ફરજ બજાવતાં છાત્રોની ફરજ કાબીલેદાદ

રાજકોટ તા. ૭ : હજુ તો મેડિકલનો અભ્યાસ શરુ કર્યાને માત્ર બે વર્ષ થયા ત્યાં જ અમને ડોકટર બની ગયા હોઈ તેવી પ્રતીતિ થતી હોવાનું ત્રીજા વર્ષના પી.ડી.યુ મેડિકલ સ્ટુડન્ટ શર્મિન તેમનો કોવીડ હોસ્પિટલ ખાતે ટ્રેઈની તરીકેનો અનુભવ વાગોળતા કહે છે.

દસ દિવસની ફરજ દરમ્યાન અમને કિલનિકલ એકસપોઝર મળ્યું. બ્લડ સેમ્પલ કલેકશન, કેથેટોમીટર,બી.પી. માપવાનું, ઓકિસમીટર, દવાઓનુ માર્ગદર્શન, વેન્ટીલેટરનો ઉપયોગ સહીત તમામ પ્રાથમિક સારવારનો અનુભવ મળ્યો.

આ દસ દિવસ દરમ્યાન કોઈ યાદગાર પળ આવેલી તેના જવાબમાં ખુબજ ઉત્સાહ સાથે શર્મિન જણાવે છે કે એક દર્દીની હાલત એકાએક બગાડતા રેસિડન્ટ ડોકટર અને બે નર્સની સાથે મને પણ તે દર્દીની સારવારનો લાભ મળ્યો. સતત દોઢ કલાકની જહેમત બાદ દર્દીની તબિયત સુધારા પર આવી. નર્સિંગ સટાફ સાથે દવાઓ અંગે વાર્તાલાપ, બ્લડ સુગર માપવા સહીતની કામગિરી ખુબજ રસપ્રદ રહી. ડોકટર દર્દીને બચાવવા કેટલી સાવચેતી સાથે ઝડપી નિર્ણય કરી જહેમત ઉઠાવે છે તેનો સ્વયમ અનુભવ કર્યો.

મોમાં આઈ-જેલ મૂકવું જેમાં ઉપર ટ્યુબ હોઈ તેનીસાથે વેન્ટિલેટર દ્વારા ઓકિસજન આપવામાં આવે છે તે પ્રોસિઝર ઉપરાંત સાદું વેંટલીટર માસ્ક પહેરાવવું, વેન્ટિલેરના જુદા જુદા મોડ સી-પેપ, બાય પેપ. એ.સી.એમ.વી મોડનો કોમ્પ્લેકસ અનુભવ થયો. દર્દીઓની માનસિકતા સમજવી અને તેને અનુરૂપ તેમને આશ્વાશન આપવું, ધીરજ રાખવી જેવા મહત્વના પાસા જાણવા મળ્યા હોવાનું શર્મિન જણાવે છે.          

હાલ ફરજ પુરી કર્યા બાદ દસ દિવસ સેલ્ફ આઇસોલેશનમાં આરામ કરી ફરીથી નોન કોવીડ દર્દીઓની સારવારમાં જોડાઈ જવાનું શર્મિન કાલડીયા જણાવે છે.

(2:02 pm IST)