Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોઠારીયા રોડનાં લાલપાર્ક સુભાષનગર વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાનો અંત

વોર્ડ નં.૧૭ અને ૧૮ના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ પાઇપલાઇન નંખાશેઃ કોર્પોરેટર અનીતાબેનનાં પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૭:  શહેરના વોર્ડ નં.૧૭ અને ૧૮નાં કેટલાય વિસ્તારોમાં રૂ.૧,૦૫ કરોડના ખર્ચે ૯૦૦ MM ડાયા મીટર, આર.સી.સી. NP3 ડ્રેનેજ પાઈપ લાઈન કોર્પોરેટર અનીતાબેન દ્વારા મંજુર કરાવેલ છે.

આ અંગે વોર્ડ નં.૧૭નાં ભાજપનાં કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે વોર્ડ નં.૧૭ અને વોર્ડ નં.૧૮ના વિસ્તારનો ભૂગર્ભના પ્રશ્ન મહદ અંશે હલ થાય તે માટે રૂ.૧,૦૫ કરોડ ખર્ચે ૯૦૦ MM ડાયા મીટર, આર.સી.સી. NP3 ડ્રેનેજ પાઈપ લાઈન મંજુર કરાવેલ છે. નંદાહોલ ચોકથી, કોઠારીયા રોડ ઉપરથી વોર્ડ નં.૧૬ના નીલકંઠ પાર્ક – ૮૦ ફૂટ રોડ પર શ્રમશ્રધ્ધા ચોક સુધીની પાઈપ લાઈન નખાશે. આ ડ્રેનેજનું કામ થવાથી નંદાહોલથી ઉપરનો ભાગમાં આવતા વિસ્તારો એટલે કે વોર્ડ નં.૧૮ના ભવનાથ સોસાયટી, શ્રધ્ધા સોસાયટી, લાલ પાર્ક, લાલબહાદુર સોસાયટી, ડી-માર્ટ વિસ્તાર તેમજ વોર્ડ નં.૧૭ના સુભાષનગર, ૫૦ ફૂટ રોડ, અર્જુન પાર્ક, નહેરૂનગર, રામેશ્વર સોસાયટી, ખોડીયાર સોસાયટી, બાબરીયા સહિતના વિસ્તારોનો ભૂગર્ભ હેડિંગ (ભૂગર્ભ ઉભરાવા)નો પ્રશ્ન મહદ અંશે હલ થશે.

(3:13 pm IST)