Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

છેડતી અને મારામારીના અનેક ગુનામાં સામેલ મેહુલ ઉર્ફે મામો પાસામાં ધકેલાયો

રાજકોટ તા. ૭ : માલવીયાનગર વિસ્તારમાં છેડતી અને મારામારીના અનેક ગુનામાં સામેલ ખાંટ શખ્સને માલવીયાનગર પોલસે પકડી પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના માલવીયાનગર વિસ્તારમાં અગાઉ મારામારી અને છેડતીના ગુનામાં સામેલ મેહુલ ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા (ઉ.ર૩) (રહે.નવલનગર શેરી નં.૯ ના છેડે કૈલાશનગર શેરી નં.રને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકડા, પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ અરૂણભાઇ, મયુરભાઇ મિયાત્રા, રોહીતભાઇ કછોટ અને મહેશભાઇ ચાવડા સહિતે મેહુલ ઉર્ફે મામો જેઠવાની પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો તે અગાઉ માલવીયાનગર તાલુકા, ભકિતનગર અને આજીડેમ પોલીસ મથકમાં મારામારી સહિતના ૧૪ ગુનામાં પકડાઇ ચુકયો છે અને પાસાની હવા પણ ખાઇ ચૂકયો છે.

(3:17 pm IST)