Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૪૧ ઝડપાયા

રાજકોટ તા. ૭ : શહેરમાં કોરોના મહામારીના પગલે અનલોક-પમાં પણ તકેદારીના ભાગરૂપે જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે.જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં કરિયાણાની, પાનની, ચાની હોટલ, ઇંડાની તેમજ નાસ્તાની લારી પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સન જાળવનાર વેપારીઓ સહિત ૪૧ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે યાજ્ઞીક રોડ પરથી રીક્ષા ચાલક મોહસીન જાકીરભાઇ સીપાહી, માલવીયા ચોક પાસેથી રીક્ષા ચાલક અશરફ મહંમદભાઇ કુરેશી, એસ.ટી. બસ સ્ટેશન પાસે સંજરી નામની ઇંડાની લારી ધરાવતા હુસેન ઓસમાણભાઇ પીપરવાડીયા, તથા બી ડીવીઝન પોલીસે ગોવિંદબાગ મેઇન રોડ પર ગેલેકસી પાન નામની દુકાન ધરાવતા મનસુખ દેવરાજભાઇ રામાણી, કુવાડવા રોડ પરથી ચાર્મીપાન નામની દુકાન ધરાવતા ધર્મેશ બટુકભાઇ જેઠવા, તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ ફાયર બ્રિગેડ નજીક ઉર્વશી પાન નામની દુકાન ધરાવતા અજય જયકરભાઇ કુનપરા, સ્વાગત પાન નામની દુકાન ધરાવતા વિજય જયસુખભાઇ લીંબાસીયા, ચુનારાવાડ મેઇન રોડ મોમાઇ કોમ્પ્લેક્ષમાં ચામુંડા પાન નામની દુકાન ધરાવતા અનીલ વનાભાઇ ચોસલા, તથા ભકિતનગર પોલીસે ભકિતનગર સર્કલ પાસે ચાઇનીઝ એન્ડ પંજાબી રાજા નામની લારી ધરાવતા નયન પ્રભુલલાભાઇ પટેલ, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન ચેકપોસ્ટ પાસેથી એસેન્ટ કાર ચાલક સાવન રાજેશભાઇ ઢોલરીયા તથા દીપક પ્રવિણભાઇ સોલંકી, મયુર ડાયાભાઇ શેઠીયા, નવાગામ રંગીલા સોસાયટીમાંથી રાવત કાનજીભાઇ જાદવ, અમરશી ચનાભાઇ ભડાણીયા, અરવિંદ ચનાભાઇ પઢાણીયા, હકા લાખાભાઇ મેર, રણછોડ ભુરાભાઇ મકવાણા, ઇરફાન અહેમદ સફીભાઇ શેખ, કુવાડવાગામ બસ સ્ટેશન પાસેથી સતીષ ભીખુભાઇ ચૌહાણ, અવીનાશ દામજીભાઇ પરમાર, વિશાલ દામજીભાઇ પરમાર, તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ જુના સ્વાતી પાર્ક પાસે, માટેલ ટી સ્ટોલ ધરાવતા બીપીન ધીરૂભાઇ વાડોદરીયા, તથા માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ પર શાકભાજીની લારી ધરાવતા જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, કૃષ્ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોક પાસે રાજેશ ઘુઘરા નામની દુકાન ધરાવતા કિશોર જશરાજભાઇ મેણીયા તથા પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પાસે સમીર વડાપાંઉ નામની દુકાન ધરાવતા અસલમ ગફારભાઇ સીસાંગીયા, રેલવે સ્ટેશન મેઇન રોડ પરથી રીક્ષા ચાલક વિપુલ જીવણભાઇ વઘેરા, વાલ્મીકી વાડી પાસે કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી યોગેશ ગોવિંદભાઇ વાઘેલા, જીમખાના મેઇન રોડ પર મોમાઇ ટી સ્ટોલ ધરાવતા રણછોડ ધુડાભાઇ કિકલા, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી બાબુ ભલાભાઇ જાદવ, લાખના બંગલા પાસે અક્ષય ઓટોગેરેજ નામની દુકાન ધરાવતા પરાગ ભીખુભાઇ નકુમ, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક ભરત હીરાભાઇ જાદવ, હનુમાનમઢી ચોક પાસે જયસીયારામ પ્રોવિઝન સ્ટોર ધરાવતા ચેતન હેમતભાઇ સોમૈયા, જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી હનીફશા કાસમશા શાહમદાર, રીક્ષા ચાલક ઝાહીર નુરમહંમદભાઇ બુરબાન, તથા તાલુકા પોલીસે પાટીદાર ચોક પાસેથી અલ્પેશ વિજયસિંહ પુવાર, મવડી ગામ ગેલમાં ફલોર મિલની પછળ ખોડલ પાન નામની દુકાન ધરાવતા મયુર અરવિંદભાઇ જોષી, ૮૦ ફુટ રોડ સર્વોદય સ્કુલ પાસે જાહેરમાં ધુમ્રપાન કરનાર મનીષ અનીલભાઇ ચૌહાણ, તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મેઇન રોડ પર દુકાન ધરાવતા જતીન પરસોતમભાઇ માણેક, સાધુવાસવાણી રોડ પર દુકાન ધરાવતા સરમણ ભીખનભાઇ રબારી, રૈયા રોડ શાંતીનીકેતન રેસીડેન્સી પાસે અન્નપૂર્ણા ફલોરમીલ ધરાવતા મહેન્દ્રસિંહ જટુભા જાડેજા, સાધુવાસવાણી રોડ પર જમાવટ પાઉભાજી નામની દુકાન ધરાવતા ચીરાગ ચંદુભાઇ નેસડીયા, રામાપીર ચોકડી પાસે રઘુવીર જનરલ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અજય જયમીનભાઇ ગાદેશાને પકડી લઇ કાર્યવાી કરી હતી.

(3:18 pm IST)