Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ઘરફોડી ચોરી અને દારૂના ગુનામાં ત્રણવર્ષથી ફરાર મહેશ રંગપરા ગુંદાળા પાસેથી પકડાયો

રાજકોટ,તા.૭ : કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને વિદેશી દારૂના ગુન્હામાં નાસતા -ફરતા કોળી શખ્સને કુવાડવા પોલીસે ગુંદાળા ગામ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.પી. મેઘલાતર, હેડકોન્સ અરવિંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, કોન્સ વિરદેવસિંહ જાડેજા, સતીષભાઇ લાવડીયા, દેવેન્દ્રસિંહ અને મકુશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ઘરફોડ ચોરી અને દારૂના ગુનામાં નાસતો ફરતો મુકેશ રંગપરા ગુંદાળાગામ પાસે આવ્યો હોવાની હેડકોન્સ અરવિંદભાઇ અને કોન્સ વિરદેવસિંહ અને સતિષભાઇને બાતમી મળતા મહેશભાઇ રંગપરા (ઉવ.૨૭) (રહે. ગુંદાળા ગામ)ને પકડી લીધો હતો. કોળી શખ્સ ઘરફોડ ચોરી અને વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો.

(3:18 pm IST)