Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

યુનિવર્સિટી રોડ હરીનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો : છ મહિલા ઝડપાઇ

યુનિવર્સિટી પોલીસે છ મહિલાની અટકાયત કરી જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી

રાજકોટ,તા.૭ : શહેરના યુનિવર્સિટી રોડ ઉપર હરીનગરમાં મહિલા સંચચાલિત ચાલતા જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડલ પાડી જુગાર રમતી છ મહીલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ  યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એ.બી. જાડેજા, એઅસઆઇ પારૂલબેન સોલંકી, હેડ કોન્સ રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગૌસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ, સંજયભાઇ, કૃષ્ણદેવસિંહ, જીઆરડી કાજલબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ અજયભાઇ અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પર હરીનગર શેરીનં. ૧માં આવેલા મકાનમાં  દરોડો પાડી મકાન માલીક  નીલમબેન વેલજીભાઇ જીવાણી, હરીનગર શેરીનં ૧ના અસ્મીતાબેન ગોરધનભાઇ સંતોકી, નિહારીકાબેન વેલજીભાઇ જીવાણી, નીલકંઠનગર મેઇન રોડ પરના ભાનુમતીબેન શામજીભાઇ મકવાણા, અજંતાપાર્ક શેરીનં ૧ના ઇલાબેન રમેશભાઇ પટેલ અને અજંતાપાર્ક શેરીનં ૯ના ગીતાબેન પંકજભાઇ જોટંગીયાને જુગાર રમતા પકડી લઇ રૂ.. ૨૧૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:19 pm IST)