Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ખંડણી માટે અપહરણ અને મારામારીના ગુનામાં સામેલ સદામ કટારીયા પાસામાં ધકેલાયો

રાજકોટ,તા.૭ : શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ખંડણી માટે અપહરણ અને મારામારી સહિતના ગુન્હામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ખંડણી માટે અપહરણ અને મારામારીના ગુન્હામાં સામેલ સદામ હનીફભાઇ કટારીયા (ઉવ.૨૦) (રહે. સદર ભીલવાસ પાસે ખાટકીવાડ)ને પાસામાં ધકેલવા માટે પી.સી.બી. શાખાના પીઆઇ એન.કે. જાડેજા, હેડ કોન્સ રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ તથા રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પ્ર.નર પોલીસ મથકના પીઆઇ એલ એલ ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડ કોન્સ દેવશીભાઇ, વિજયરાજસિંહ, જનકભાઇ, હરેશભાઇ, અશોકભાઇ, અક્ષયભાઇ સહિતે સદામ કટારીયાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(3:19 pm IST)