Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બાબરીયા કોલોની વિસ્તારમાં ગંદા પાણી નીકાલની સમસ્યા ૮ દિ'માં ઉકેલોઃ આંદોલનની ચિમકી

વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૭: શહેરનાં વોર્ડ નં. ૧૭ માં આવેલ બાબરીયા કોલોની વિસ્તારમાં ભુગર્ભ ગટર પાણી નિકાલની સમસ્યા તાકિદે હલ કરવા લતાવાસીઓ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ વોર્ડ નં.-૧૭ માં બાબરીયા કોલોનીમાં બાબરીયા શેરી નં.-ર ના ખૂણેથી ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાઇને તમામ શેરીઓમાં દબાણ સાથે ગટરનું ચેપગ્રસ્ત પાણી અને કચરો બહાર નીકળી શેરીઓમાં રેલમછેલ થઇ રહ્યું છે. સ્થાનિક વારંવાર ફરિયાદ કરવા છતાં કોઇ જ તકલીફ દૂર કરવા આવેલ નથી. આ સમસ્યા આઠ દિવસમાં નહિં ઉકેલાય તો વિસ્તારવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ રજુઆતમાં બીપીનભાઇ કોઠારી, સુનિલભાઇ સોનારા, પરેશભાઇ રાઠોડ, ઇકબાલભાઇ સુમરા, સંજયભાઇ લક્ષ્મણભાઇ, પ્રકાશભાઇ સીતાપરા, આશિષભાઇ ગઢવી, સોહિલભાઇ ચૌહાણ, જયેશભાઇ સોનારા, અજયસિંહ ઝાલા, પ્રફુલભાઇ કાચરોલા, અલ્તાફભાઇ મોરી, સકિલભાઇ ઓરમાણા, વિરમભાઇ મુંધવા, મુળુભાઇ સોનારા, બટુકભાઇ ઝાલા, સાદિકભાઇ સુમરા, રહિમભાઇ મેર, ઇમ્તિયાઝભાઇ ફતાણી, કાળુભાઇ હેરંજા, અજીતભાઇ જોબણ, મેરામણભાઇ ખોડભાયા દ્વારા કરવામાં આવી હોવાનું વોર્ડ નં. ૧૭નાં 'આપ'નાં પ્રમુખ નિમેષ ભંડેરીએ જણાવ્યું હતું.

(3:22 pm IST)