Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ઇન્ટરનેટ માધ્યમમાં થતી કનડગતો અંગે કાયદો અંગે સાંજે 'વેબિનાર'

રાજકોટ, તા.૭: ઇન સાઇટસ ભારત દ્વારા 'ઇન્ટરનેટ મનોરંજન માધ્યમોમાં હિંાસ, નગ્નતા, અપશબ્દોની ભરમારથી ભારતીય સંસ્કૃતિને જોખમો તથા આ અંગેના કાયદાઓ અંગે આજે બુધવારે તા.૭ના રોજ સાંજે ૬ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં એડવોકેટ ખુશ્બુ જૈન (સુપ્રિમ કોર્ટ), એકવોકેટ શ્રુતિ બિસ્ત (સુપ્રિમ કોર્ટ), એડવોકેટ મીનુ પાઢા (જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ) વકતાઓ/ પેનાલીસ્ટ તરીકે માર્ગદર્શન આપશે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટના એડવોકેટ ખુશ્બુ જૈન ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા બાળકોની વિરૂધ્ધમાં થતાં સાયબર ક્રાંઇમ અટકાવવા માટેના અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. તે જ રીતે સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રુતી બીસ્તરસાયબર સીકયુરીટી કાઉન્સીલ અને વુમેન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીજના રાષ્ટ્રીય પ્રમુખ છે. એડવોકેટ મીનુ પાઢા જમ્મુ એન્ડ કાશ્મીર હાઇકોર્ટના એડવોકેટ, નેશનલ ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે.

આ વેબીનારમાં મોડરેટર તરીકે એડવોકેટ સ્નેહા જૈન (ટીમ ઇન્સાઇટ ભારત) અને એડવોકેટ અભય શાહ (યુવા જાગરણ મંચ) સેવા આપશે. આ વેબીનાર યુ-ટયુબ પર લાઇવ પ્રસારીત થશે. જે તા.૭ ઓકટોબર, બુધવારના સાંજે ૬ કલાકે https://youtu.be/ykpz2zMMa3gપર જીવંત નિહાળી શકાશે.

(3:23 pm IST)