Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સરકાર લાયકાત અનુસાર રોજગારની ગેરંટી આપે જીવન નિર્વાહ બેરોજગારી ભથ્થુ આપેઃ દિવ્યાંગો ઉમટયા

કલેકટર કચેરીએ દેખાવોઃ આવેદન : ૧૯૯૫-૨૦૧૬ બંન્ને અધિનિયમનો અમલ થયો નથી

 

દિવ્યાંગભાઇ -બહેનોએ કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા., ૭: શહેરના શિક્ષિત બેરોજગાર દિવ્યાંગોએ કલેકટર કચેરી ખાતે આવી કલેકટરને આવેદન પાઠવી દિવ્યાંગોને તેમની લાયકાત અનુસાર રોજગાર, અનામત અને નોકરી ન અપાય ત્યાં સુધી જીવન નિર્વાહ માટે બેરોજગારી ભથ્થુ આપવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે વિકલાંગ અધિનિયમ-૧૯૯પ હોય કે ર૦૧૬ હોય પરંતુ અમલીકરણની દ્રષ્ટિએ દિવ્યાંગોની સ્થિતિ ઠેરની ઠેર રહી છે. કોઇ પણ સરકારી દિવ્યાંગોને જીવન નિર્વાહની ગેરંટીની કોઇ વાત કરી નથી.

આવેદનમાં જણાવેલ કે હાલની કોરોના મહામારીમાં પણ સરકારના દરેક આદેશોનુ઼ પાલન અમે કરતા આવ્યા છીએ. અનેકના ધંધા-રોજગાર બંધ થયા છે. નોકરીમાંથી છુટા કરી દેવાયા છે. સરકાર જરૂર પગલા લેશે એ આશાએ અમે પરીવારનું જીવન નિર્વાહ કરીએ છીએ. હવે અમારી ધીરજની હદ વટાવી ચુકી છે. આથી સરકાર તાકીદે લાયકાત અનુસાર રોજગારની ગેરંટી આપે અને લઘુતમ વેતન કાયદા અનુસાર જીવન નિર્વાહ માટે બેરોજગારી ભથ્થુ પણ આપે.

(3:57 pm IST)