Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પાકમાં નુકશાનીની સહાય મેળવવા દોઢ લાખથી વધુ ખેડૂતોની નોંધણી

રાજકોટ જિલ્લામાં ૧પ હજાર ખેડૂતો નોંધાયા : ૩૧ મી સુધી નોંધણી

રાજકોટ, તા. ૭ :  રાજય સરકારે વરસાદથી વાવેતરને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા માટે ખેડુત લક્ષી રૂ.. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. તેના માટે તા. ૧ થી ૩૧ ઓકટોબર ઓનલાઇન અરજીની મુદત નકકી કરાયેલ છે. આજે બપોર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૧પ હજાર સહિત રાજયમાં ૧.૬૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી દીધી છે.  ઓનલાઇન અરજી મહિનાના અંત સુધી સ્વકારાશે રાજયના ૧ર૩ તાલુકાઓમાં સપ્ટેમ્બર ભારે વરસાદથી નુકશાન થયુ છે. પ્રત્યેક ખેડૂતને રૂપિયા પ થી ર૦ હજાર સુધીનું વળતર મળવાપાત્ર થશે. ટેકાના ભાવે મગફળી ખરીદવા પણ નોંધણી ચાલુ છે. આજે બપોર સુધીમાં ર૦૮૭ લાખ ખેડૂતો મગફળી માટે નોંધાયા છે.

(3:58 pm IST)