Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કારોબારી અધ્યક્ષે વધુ મુદત માંગતા તબીબી પ્રમાણ પત્ર રજુ કરવા આદેશ

કે.પી.પાદરિયાને ગેરલાયક ઠેરવવાનો મામલો

રાજકોટ તા.૭ : જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરિયાનો લાંચ કેસ સબબ ગેરલાયક ઠેરવવાના કેસમાં વિકાસ કમિશ્નર સમક્ષ આજે ઓન-લાઇન સુનાવણીની મુદત હતી.

પાદરિયાએ પોતાના એડવોકેટ બિમાર હોવાથી તેઓ હાજર રહી શકે તેમ નહી હોવાથી વધુ એક વખત મુદત આપવા માંગણી કરેલ.

વિકાસ કમિશ્નરે બિમારી અંગેનં તબીબી પ્રમાણપત્ર આવતી કાલ સુધીમાં રજુ કરવા આદેશ આપ્યાનું જાણવા મળે છે. ત્યારબાદ નવી મુદત અંગે નિર્ણય થશે તેમ જાણવા મળે છે.

(3:59 pm IST)