Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મ.ન.પા.ના નિવૃત કર્મચારીઓને કોરોનાની સારવારનો ખર્ચ આપવા માંગ

આ અંગે તાકીદે યોગ્ય કરવા રાજકોટ મહાનગર પાલીકા કર્મચારી પરીષદે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા,. ૭: સરકારશ્રીના ધોરણે કોરોના વાયરસ અંતર્ગત કોર્પોરેશનના પેન્શરોને સારવાર ખર્ચ મજરે આપવા અંગેના ઠરાવની મ્યુ. કોર્પોરેશનમાં અમલવારી કરવામાં રાજકોટ મહાનગર પાલીકા કર્મચારી પરીષદ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

આ અંગે કર્મચારી પરીષદે  પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પેન્શનરોને હાલની કોરોના વાયરસ મહામારી અંતર્ગત કોરોનાની સારવાર માટે માન્ય કરેલ ખાનગી હોસ્પીટલોનો ખર્ચ મજરે આપવા ઠરાવ કરવામાં આવેલ છે. તે મુજબ રાજકોટ મહાનગર પાલીકાના પેન્શનરોને પણ સરકાર દ્વારા નિયત કરાયેલ માન્ય કરેલ ખાનગી હોસ્પીટલો સંસ્થાની હોસ્પીટલો પેન્શનરોને તથા તેમના કુટુંબીજનો કોરોનાની સારવાર મળેલ હોય તોતે ખર્ચ પેન્શનરોને મજરે આપવા સરકારશ્રીના ઠરાવની અમલવારી કરવા યુનિયન દ્વારા અનેક વખત લેખીત તથા મૌખીક રજુઆતો કરવા છતા પ્રશ્ન ઉકેલાયો ન હોય આ અંગે યોગ્યગ કરવામાં કારોબારી અધ્યક્ષ દલીપભાઇ પંડયાની યાદીમાં જણજ્ઞાવાયું છે.

(4:00 pm IST)