Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા સભ્યોને સ્ટીમ મશીનનું વિતરણ

રાજકોટ : કોરોનાની પરિસ્થિતી ધ્યાને લઇ લોકડાઉનમાં અનાજ કીટ વિતરણ કરનાર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા હાલ નાસ લેવાના સ્ટીમ મશીનનું વિતરણ સભ્યોને ભેટરૂપે શરૂ કરાયુ છે. તમામ સભ્યોને વેપોરાઇઝર મશીન વિનામુલ્યે અપાશે. દરેક સભ્યોએ આ ભેટ સંસ્થાના કાર્યાલય બાલાજી ઇન્ડ. પાર્ક, જુના જકાત નાકા પાસે, ગોંડલ રોડ ખાતેથી તા. ૩૧ મી સુધીમાં સાંજે ૬ થી રાત્રે ૯ દરમિયાન મેળવી લેવા જણાવાયુ છે. આ વિતરણ શુભારંભ સમયે અરવિંદભાઇ ગંગાજળીયા, અધ્યક્ષ, જગદીશભાઇ સોંડાગર ઉપાધ્યક્ષ, અરવિંદભાઇ ગજર (સોંડાગર) પ્રમુખ, કિશોરભાઇ બકરાણીયા, રમણીકભાઇ પાટણવાડીયા, ગોરધનભાઇ ચાંપાનેરા તેમજ તમામ ટ્રસ્ટી મંડળના સભ્યો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)