Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-૬ (મવડી)માં દસ્તાવેજ નોંધણી માટે એક મહિનાનું લાંબુ વેઇટીંગ

રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત : કચેરીની લાપરવાહીના લીધે આમ પ્રજા અને વકીલો પરેશાનઃ દિલીપભાઇ પટેલ-હિતેષભાઇ દવે

રાજકોટઃતા.૭, રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખશ્રી સી. એચ. પટેલ સહિતનાં પ્રતિનિધિ મંડળે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ તથા ભાજપ લીગલ સેલના કન્વીનર હિતેષભાઇ દવેને સાથે રાખી નોંધણી   નિરીક્ષકશ્રી ગાંધીનગરને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેરમાં ડી. એચ. કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ સબરજિસ્ટ્રાર કચેરી ઝોન-૬(મવડી)માં દસ્તાવેજ નોંધણી કરવા માટે હાલ એક મહિના જેટલું લાબું વેઈટીંગ ચાલે છે તેમજ  ઝોનમાં દસ્તાવેજનું પ્રમાણ વધારે હોવાથી કચેરીનો સમય વધારવાથી બેકલોગ દ્યટે તેમ નથી જેથી તાત્કાલિક ધોરણે જોઈન્ટ સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ ન કરવાનાં કારણે વકીલો તથા પ્રજા ખુબજ હેરાન થાય છે તેમજ અમુક કેસોમાં તો ખરીદનારની લોન મંજુર થઈ ગયેલ હોવા છતાં દસ્તાવેજ નોંધાવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે જેના કારણે પક્ષકારો વચ્ચે સમય મર્યાદામાં દસ્તાવેજ ન થવાના કારણે સમયસર પેમેન્ટ ન મળવા બાબતે ડિસ્પ્યુટ ઉભા થાય છે.

 આમ ઉપરોકત મુજબની રજુઆતને લક્ષમાં લઈ નોંધણી સર નિરીક્ષક શ્રી ગાંધીનગર દ્વારા સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-૬ (મવડી)માં વધુ એક જોઈન્ટ સબરજીસ્ટ્રાર શ્રીની  નિમણુંક કરેલ છે પરંતુ રાજકોટના નોંધણી નિરીક્ષક તથા આર એન્ડ બી વિભાગની બેદરકારીના કારણે જગ્યાનો કબ્જો કલેકટર કચેરી દ્વારા રેવેન્યુ બાર એસોસિએશનના પ્રતિનિધિ મંડળની હાજરીમા સોંપી આપેલ અને નોંધણી નિરીક્ષક દ્વારા ઉપરોકત જગ્યાનો કબ્જો સાંભળી લીધેલ હોવા છતાં જોઈન્ટ સબરજીસ્ટ્રાર કચેરી ચાલુ કરવાને બદલે રીનોવેશન કરવાના વિવિધ બહાનાઓ બતાવવામાં આવે છે અને ખરેખર જો રીનોવેશનની જરૂરિયાત હોય તો પણ કબ્જો સોંપી આપેલ છે તેને એક મહિના જેવો સમય વીતી ગયેલ છે છતાં કોઈપણ જાતનું રીનોવેશન કરવામાં આવેલ નથી અને આજદિન સુધી સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-૬(મવડી) ચાલુ કરવામાં આવેલ નથી જે જોતા સ્પષ્ટ થાય છે કે સબરજીસ્ટ્રાર કચેરી ઝોન -૬(મવડી) ચાલુ કરવામાં નોંધણી નિરીક્ષક રાજકોટ તથા આર એન્ડ બી કચેરીની લાપરવાહીના કારણે આમ પ્રજા તથા વકીલોને  એક-એક મહિના સુધી દસ્તાવેજ નોંધણી માટે રાહ જોવી પડે છે.

 રાજકોટ રેવેન્યુ બાર એસોસિએશનના પ્રમુખ સી. એચ. પટેલ ઉપપ્રમુખ નલિન આહ્યા, એન. વી. પટેલ, સેક્રેટરી ડી. ડી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી વીરેન વ્યાસ, ટ્રેઝેરર જયેશ બોઘરા તથા શ્યામ પરમાર,  આનંદ પરમાર, વિજય રૈયાણી, ધર્મેશ સખીયા, રાજેશ નસીત, સત્યેન ચાંગેલા, મહેશ ચાવડા, એંજલ સરધારા, દિવ્યેશ છગ, તથા પિયુષ સખીયા દ્વારા જીલ્લા કલેકટર શ્રીને રજુઆત કરવામાં આવેલ.

(4:06 pm IST)