Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાજકોટ શહેરમાં ૬ લાખ પુરૂષ અને પ.૭પ લાખ મહીલા મતદારો

વિધાનસભા વિસ્તારવાઇઝ મતદાર યાદીનાં આધારે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૯ મીએ મતદાર યાદી પ્રસિધ્ધ કરવા તડામાર તૈયારી

રાજકોટ, તા. ૭ : મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે ત્યારે શહેરની મતદાર યાદી પ્રસિદ્ધ કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા તૈયારી થઇ રહી છે.

આ માટે ૭ ફેબ્રુઆરી ર૦ર૦ની સ્થિતિએ રાજકોટની વિધાનસભા વાઇઝ તૈયાર થયેલી મતદાર યાદી ઉપરથી શહેરની મતદાર યાદી તૈયાર કરી ૯મીએ પ્રાથમિક મતદાર પાછી પ્રસિદ્ધ થનાર છે.

ત્યારે વિધાનસભાની યાદી મુજબ રાજકોટ ઇસ્ટ (૬૮) ૧,૪૬,૯૪ર પુરૂષ, અને ૧,૩૧,ર૧૮ મહિલાઓ જયારે રાજકોટ વેસ્ટ (૬૯)માં ૧,૭૧,ર૦૩ પુરૂષો અને ૧,૬પ,૯૦૪ મહિલાઓ તથા રાજકોટ સાઉથ (૭૦)માં૧ર,ર૮,૭૬૭ પુરૂષો અને ૧,ર૧,૪૪૯ મહિલાઓ શહેરમાં કુલ ૮.૭પ મતદારો છે તથા રાજકોટ રૂરલ(૭૧) જેમાં કેટલાક શહેરના વિસ્તારો છે. તેમાં પુરૂષ ૧,૭૩,૯૭૬ તથા ૧,પ૭,૦૮૦ મહીલાઓ સહિત કુલ અંદાજીત ૧ર લાખ જેટલા મતદારો છે.

(4:07 pm IST)