Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ૐ શ્રી માં જય માં જય માં...

શ્રી માં જય માં જય માં જય સરસ્વતીમાં...

અખિલેશ્વરી તું આદ્યશકિત એક અંબે માં,

વિશ્વેશ્વરી, ભુવનેશ્વરી, જગદંબીકે તું માં,

તું લક્ષ્મીરૂપ, રાધારૂપ, સીતારૂપ માં,

તું તત્વસાર, જ્ઞાનરૂપ, ગીતારૂપ માં... ઁ શ્રી માં,

કમલાસની, હંસવાહીની, ગાયત્રીરૂપે માં,

બ્રહ્માણી, બ્રહ્મરૂપેણી, સાવિત્રીરૂપ માં,

તું ભકિત- શકિત ધૈય શાંતિ દેનારી તું માં,

બાળકને કાજ ખુદ કષ્ટો સહેનારી તું માં... શ્રી માં.

આ વિશ્વમાં ત્રિતાપથી ભયભિત સર્વેમાં,

તે માહે એક ગોદ તુજ ભયરહિત માં,

વરદ કમળ તું બાળનાં શિર પર ધરજે માં,

લઈ ગોદમાં હે બાળને નિર્ભય તું કરજે માં... શ્રી માં.

જેવો છું તેવો તોય માડી બાળ તારો માં,

હું કાલો ઘેલો ગાંડો ડાહ્યો તોય તારો માં,

હું જયાં છું ત્યા છું જેમ તેમ તોય તારો માં,

મંઝિલ પથિકની પુંજમાં તારો સહારો માં,

શ્રી માં જય માં જય માં જય સરસ્વતી માં...

પિયુષ વી. હિંડોચા,

રાજકોટ, મો.૯૪૨૮૪ ૬૫૯૬૭

(3:06 pm IST)