Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેંજના તમામ આગેવાનો હાજરી આપશે

રાજકોટ,તા.૭: રાજકોટવાસીઓને અપાર સ્નેહ આપનાર અને રાજકોટનો ચોતરફ વિકાસ કરનાર આપણા સહુના લાડીલા એવા ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ માત્ર શહેરીજનો જ નહીં પરંતુ કૃષી ક્ષેત્રે પણ અનેક લાભ ખેડૂતોને આપ્યા છે. ખેડુતો માટે અનેકવિધ યોજનાઓ તાત્કાલીકનાં ધોરણે અમલ કરાવેલ જે ખૂબ જ સરાહનીય બાબત છે. રાજકોટની વધતી જતી ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે અનેક રાજમાર્ગો ઉપર ઓવરબ્રિજ- અન્ડરબ્રિઝનું નિમાર્ણનો પ્રારંભ કરાવેલ છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં લોકો માટે ઘરનાં ઘરનાં સપના સાકાર કરવા રાજકોટનાં અનેક વિસ્તારમાં નાની-મોટી આવાસ યોજનાએ પણ સંપૂર્ણ સગવડતા સાથે નિર્માણ કરેલ. રાજકોટ શહેરનાં નાગરીકોને દરેક સરકાર દ્વારા યોજનાનો લાભ મળે તે માટે વોર્ડ વાઈઝ સેવા સેતુ કેમ્પ યોજેલ. રાજકોટને આપેલ વચન પ્રમાણે સૌની યોજના દ્વારા આજી ડેમમાં નર્મદાનાં નીર પહોંચાડી પાણીનાં પ્રશ્નને કાયમી હલ લાવેલ. તેમ સૌરાષ્ટ્ર- કચ્છ સ્ટોક એક્ષચેંજનો આગેવાનોએ જણાવેલ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઋણ સ્વીકારનો કાર્યક્રમમાં સમસ્ત શહેરીજનોને ઉપસ્થિત રહેવા મીલનભાઈ મીઠાણી, બીપીનભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, નંદકિશોરસિંહ જાડેજા, સુનીલભાઈ શાહ, જયેશભાઈ શાહ (સોનમ), પરેશભાઈ કોટક (જે.વી.), બાલુભાઈ પરસાણા, હસમુખભાઈ બલદેવ, ચીમનભાઈ માટલીયા, તરૂણભાઈ શાહ, અજયભાઈ શેઠ દ્વારા અનુરોધ કરેલ છે.

(3:20 pm IST)