Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

બાલભવનમાં કરાટે ડેમોસ્ટ્રેશન

 બાલભવન દ્વારા દર શનિવારે અવનવા કાર્યક્રમો વર્કશોપ અને સ્પર્ધાઓનું આયોજન થતુ જ હોય છે. કરાટે વિભાગનાં બાળકોએ સમયની સાથે તાલ મિલાવતા આત્મરક્ષાનાં અવનવા સ્ટંટ સાથે માર્શલ આર્ટનું દમદાર પ્રદર્શન બાલભવન રાજકોટનાં સ્ટેજ પર દાખવ્યું હતું. કરાટે વિભાગનાં રણજીતભાઇ ચૌહાણ અને નયનભાઇ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ ૮૦ જેટલા બાળકોએ રોમાંકિત કરતબો દાખવતા બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોશી, બાલભવનના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તેમજ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસે અભિનંદન પાઠવ્યા હતા.

(3:28 pm IST)