Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઓપન ગુજરાત ફુટબોલ ટુર્ના. : રેસકોર્ષ અને રેલ્વે ગ્રાઉન્ડ પર સર્જાતો રોમાંચ

બરોડા, ભરૂચ, અમદાવાદ, બોટાદ, મોરબીની ઝળહળતી જીત : ફાઇનલ તરફ પ્રયાણ

રાજકોટ : મહાનગરપાલિકા અને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશન તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે યોજાયેલ ૩૯ મી રીલાયન્સ કપ ફુટબોલની ઓપન ગુજરાત ટુર્નામેન્ટમાં સમગ્ર રાજયમાંથી ૨૮ જિલ્લાની ટીમો ભાગ લઇ રહી છે. રેસકોર્ષ ફુટબોલ મેદાન ખાતે તા. ૬ ના રમાયેલ મેચના પરિણામોમાં સુરેન્દ્રગર સામે બરોડાએ ૧ ગોલથી, નવસારી સામે ભરૂપે ૧૨ ગોલથી, મહેસાણા સામે અમદાવાદે ૩ ગોલથી, નર્મદા સામે બોટાદે ૧ ગોલથી અને અમરેલી સામે મોરબીએ ૧૫ ગોલથી જીત મેળવી હતી. જયારે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે તા. ૬ ના રમાયેલ મેચના પરિણામોમાં પંચમહાલ સામે સુરતે ૨ ગોલથી, સાબરકાંઠા સામે જામનગરે ૧૦ ગોલથી, ડાંગ સામે મહીસાગરે ૨૬ ગોલથી અને તાપી સામે ગીર સોમનાથે ૨ ગોલથી જીત મેળવી હતી. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના ગુણવંતભાઇ ડેલાવાળા, મુળરાજસિંહ ચુડાસમા, રોહીતભાઇ બુન્દેલા, રાજેશભાઇ ચૌહાણ, જયેશભાઇ કનોજીયા, અજયભાઇ ભટ્ટ, બી. કે. જાડેજા, શિવરાજસિંહ ચાવડા, એચ. પી. સિંગ, મુનાભાઇ બોરાસી અને કમીટી મેમ્બરો જહેમતમ ઉઠાવી રહેલ છે.

(3:59 pm IST)