Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અજીબ કિસ્સો

૬ વર્ષના બાળકના નાકની અંદર પાંચ મહિના સુધી બેટરી સેલ ફસાયેલ રહ્યો : ડો હિમાંશુ ઠક્કર દ્વારા સફળ ઓપરેશન

રાજકોટઃ તાજેતરમાં અત્રે વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત ડો. ઠકકરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો આવ્યો આર્યન હિતેશ ભાઈ ચૌહાણ રહે. રાજકોટ ઉમર ૬ વર્ષ તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું તથા તે દુર્ગંધ મારતું અને તે બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો પણ થતો અને વારંવાર દવાઓ લેવા છતાં ફરક ના જણાતા ડો. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કરતા અને એકસ-રે કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તુ ફસાયેલ છે.

વિગતવાર પૂછતા દર્દીના પિતા હિતેશભાઈએ જણાવ્યું કે આજથી આશરે પાંચેક મહિના પહેલા તેણે રમતા રમતા નાકમાં બેટરી સેલ નાખી દીધો હતો તેવી શંકા છે.ડો હિમાંશુ ઠક્કરે કોઈ પણ  જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે  તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી બાળકના નાકમાં ફસાયેલ બેટરી સેલ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો અને બાળકનો જીવ બચાવ્યો હતો.

ડો. ઠક્કરના જણાવ્યા મુજબ આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૬ વર્ષ બેટરી સેલ જેવી ખુબજ જોખમી વસ્તુ કે જે ગણતરીના કલાકો માં જ જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ તે નાકના પડદાને તથા અંદરની ચામડીને નુકશાન કરે છે અને બાળકના જીવનું જોખમ ઉભું કરે છે. તે પાંચ મહિના જેટલા લાંબા સમયથી નાકમાં ફસાયેલુ રહ્યું હતું તેથી સેલને કાઢવામાં પણ તકલીફ પડે કેમકે તે નાકની અંદર આસપાસની ચામડી સાથે ચોંટી ગયેલ હતો. તે આપણે ને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે. આવા સંજોગોમાં ડો. હિમાંશુ ઠક્કરે સમય સૂચકતાથી અને કુનેહ પૂર્વક દૂરબીન વડે ગણતરીની મિનિટો માં જ બાળકના નાકમાં પાંચ મહિનાથી ફસાયેલ બેટરી સેલ કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.

આ તબક્કે ડો. ઠક્કરે માહિતી આપતા જણાવ્યું કે નાના બાળકો જયારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું કે તે શેનાથી રમે છે ? શું મોઢામાં કે નાકમાં કે કાનમાં નાખે છે. કેમકે કયારેક સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિમાં પરિવર્તીત થઈ જાય છે. દર્દીના પિતા હિતેશભાઈએ ડો. હિમાંશુ ઠક્કરનો આભાર માન્યો હતો.

હોસ્પિટલનું સરનામું ડો. ઠક્કરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલ, ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. ૦૨૮૧ ૨૪૮૩૪૩૪. મો. ૭૯૯૦૧ ૫૩૭૯૩

(11:37 am IST)