Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજભા ગઢવી અને દેવ ભટ્ટની જોડીએ સ્વરબધ્ધ કરેલ ગીત 'નેહડો' કાલે યુ-ટયુબ ઉપર રીલીઝ

રાજકોટ તા. ૬ : ગીરનો સાવજ ગણાતા લોકડાયરાના કલાકાર રાજભા ગઢવી અને ગીત ગરબાના  કાર્યક્રમોથી લોકોમાં છવાઇ જનાર કલાકાર દેવ ભટ્ટની જોડી દ્વારા સ્વરબધ્ધ થયેલ ગીત 'નેહડો' કાલે તા. ૭ થી દેવ ભટ્ટ ઓફીશ્યલ અને રાજભા ગઢવી ગીર સ્ટુડીયો પરથી યુ-ટયુબ માધ્યમમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે. સોલ ઓફ મ્યુઝીક પ્રસ્તુત આ ગીતમાં સંસ્કૃતિ અને વતનની વાતને ઉજાગર કરવા સરસ પ્રયોગ થયો છે. સુરેશ વાડેકર, સાંઇરામ દવે, કીર્તીદાન ગઢવી, જીજ્ઞેશ કવીરાજ, પામેલા જૈન, કિશોર મનરાજા, દીપાલી સોમૈયાજી સાથે ગીતો બનાવી ચુકેલ દેવ ભટ્ટ આ વખતે રાજભા ગઢવી સાથે 'નેહડો' ગીત લઇને આવ્યા છે. જે બદલ તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહ્યાનું યોગેશભાઇ ઉનાગરની યાદીમાં જણાવાયુ છે.

(3:29 pm IST)