Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અધ્યાપક પેન્શનર્સ સમાજ રાજકોટની રીટ અંગે કમિશ્નર સંયુકત સચિવને નોટીસ

રાજકોટ તા.૮ : અધ્યાપક પેન્શનર્સ સમાજ રાજકોટ દ્વારા કરવામાં આવેલી રીટ પીટીશનમાં શિક્ષણ વિભાગના સંયુકત સચિવ અને તિજોરી અધીકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે

પ્રો.પી.સી.બારોટે એક યાદીમાં જણાવ્યું છે કે ૧-૧-ર૦૧૯ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોના પેશન્શનનું સાતમા પગાર પંચની ભલામણો મુજબ પુનઃ નિર્માણ કરવાનું થાય છે. રાજય સરકારે બધા અધ્યાપકોને પેશન્શનું પુનઃ નિવાણ કરી ચુકવણી કરવા માટે તમામ તિજોરી અધિકારીને મોકલેલ પરંતુ તિજોરી અધિકારીઓ દ્વારા એક વર્ષની ચુકવણી કરી નથી. આથી નારાજ થયેલા અધ્યાપકોએ નામદાર ગુજરાત હાઇકોર્ટથી રીટ પીટીશન કરી હતી આ રીટ પીટીશનની તા.૪ ફેબ્રુઆરીએ સુનાવણી થઇ હતી આ રીટ પીટીશનની વિગતો ધ્યાને લઇને નામદાર હાઇકોર્ટે રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શ્રી રાજયના ત્રિજોરી અધિકારીશ્રી શિક્ષણ વિભાગના સંયુકત સચિવ રાજકોટ તિજોરી અધિકારીઓને નોટીસ મોકલી તા. ર૬ માર્ચ સુધીમાં જવાબ રજુ કરવા હુકમ કરેલ.

(3:29 pm IST)