Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ડખ્ખો થવાની બીકે ધારીયુ-લાકડી સાથે કારમાં નિકળ્યોને પકડાયો

ઉમીયા પાર્કના ભરત ઝાપડાને આજીડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ પાસેથી પકડયો

રાજકોટ તા. ૮ : કોઠારીયા સોલવન્ટ પાસે મચ્છોનગરમાંથી સેન્ટ્રોકારમાં ધારીયુ અને બે લાકડી સાથે એક શખ્સને આજીડેમ પોલીસે પકડી લધી હતો.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા, પીએસઆઇ એચ.એન. જામંગ, હેડ કોન્સ કૌશેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા , કુલદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, ઉમેદભાઇ શૈલેષભાઇ, જયપાલભાઇ તથા ભીખુભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોઠારીયા સોલવન્ટ મચ્છોનગરમાંથી પસાર થતી જી.જે. ૩ એફડી ૩૯૧૪ નંબરની સેન્ટ્રોકારને શંકાના આધારે રોકી તલાશી લેતા કારમાંથી એક ધારીયું અને બે લાકડી મળી આવતા ચાલક ભરત કરણભાઇ ઝાખડા (ઉ.ર૧) (રહે. યુનિવર્સિટી રોડ જે.કે.ચોક, ઉમીયાપાર્ક શેરીનં.૪) ને પકડી લીધો હતો પોલીસની પુછપરછમાં કોઇની સાથે ડખ્ખો થાય તો તેવી બીકના લીધે હથીયાર રાખ્યા હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)