Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આત્મિય સંકુલ ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ચુંટણી પ્રચારનો આરંભ કરતા ભાજપના ઉમેદવારો

રાજકોટ : મહાનગરપાલિકાની ચુંટણીમાં જીત મેળવવા ભાજપના તમામ ઉમેદવારો ચુંટણી પ્રચારમાં લાગી ચુકયા છે. આત્મીય કોલેજ ખાતે સોખડા હરીપ્રસાદ સ્વામીજી સંચાલિત સ્વામિનારાયણ મંદીર, આત્મીય સંકુલ કાલાવડ રોડ ખાતે ભાજપના અધ્યક્ષ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેર ભાજપના તમામ વોર્ડના ઉમેદવારો અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પૂ. ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વચનો મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ અને અંતમાં આભારવિધિ આત્મીય સંકુલના સંજયભાઇ ટાંકે કરી હતી.  આ તકે સંબોધન કરતા ધનસુખભાઇ ભંડેરી અને કમલેશ મિરાણીએ જણાવેલ કે આત્મિય સંકુલ સાથે ભાજપનો વર્ષો જુનો નાતો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના દીગ્ગજોએ પણ પોતાના ચુંટણી પ્રચારનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને કર્યો હતો. ત્યારે હજુ એ જ પરંપરા જાળવી રખાઇ છે. મંદિરના સંતોએ તમામ ઉમેદવારોને જીત મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા.

(3:34 pm IST)