Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મ.ન.પા.નું બજેટ તૈયારઃ મંજુર કરવા માટે સરકારનું માર્ગદર્શન મંગાયું

ટેક્ષની આવકના અંદોજો ગતવર્ષ જેટલા જ રહેશે : કોઇ કરવેરા નહી વધારાયઃ નવી યોજનાઓ મુકાશે

રાજકોટ, તા. ર૧ :. રાજયની મ્યુ. કોર્પોરેશનોમાં ચૂંટાયેલ પાંખોની મુદત પૂર્ણ થતાં સરકારે જે-તે મ્યુ. કમિશનરોની જ મ્યુ. કોર્પોરેશનનાં વહીવટીવડા નીમી દીધા છે. પરંતુ આ વહીવટી વડા બજેટ મંજુર કરી શકે કેમ ? તે મુદ્દે તમામ કોર્પોરેશનનાં સનદી અધિકારીઓ અવઢવમાં છે કેમકે વહીવટી વડાનાં હુકમ સ્પષ્ટતા છે.

તેઓ નીતિ-વિષયક નિર્ણયો લઇ ન શકે ? આથી હવે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે વર્ષ ૨૦૨૧-૨૨નું જે બજેટ તૈયાર કરી નાખ્યુ છે. તેને મંજુર કેમ કરવું ? તે અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યુ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હવે મ્યુ. કોપોરેશનનોનાં રિવાઇઝડે ઝાડ ત્થા જાન્યઅુારીમાં નવું બજેટ આપવાની સ્થિતિ ઉભી થઇ છે. પરંતુ વહીવટી વડા પાસે સ્ટેન્ડીંગ કમીટી અને જનરલ બોર્ડની સતા નહીં હોવાથી આ બંનને બજેટને મંજુરી કેવી રીતે આપવી કેમકે જે નિમણુંક પત્ર મ્યુ.કમિશનરોને અપાયા છે. તેમાં સ્પષ્ટતા છે કે વહીવટી વડા માત્ર રોજીંદા વહીવટનાં નિર્ણયો લઇ શકશે. બજેટ જેવા નીતિ-વિષયક નિર્ણયો નહીં લઇ શકે.

આમ હવે બજેટને કેવી રીતે મંજુરી આપવી તે બાબતે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

અત્રે ખાસ નોંધનીય છે કે 'આગામી ર૦ર૧ નું બજેટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બોર્ડમાં મંજૂર કરવાનું થાય છે. પરંતુ સામાન્ય ચૂંટણી બાકી હોઇ રાજકિય પાંખ એ વખતે અસ્તીત્વમાં નહી હોય આથી વહીવટદાર માત્ર વચગાળાનું ટેક્ષ બજેટ આપે. અને ચૂંટાયેલી પાંખ આવે ત્યારે યોજનાકીય બજેટ મંજૂર થાય. આમ બે ભાગમાં ર૦ર૧નું બજેટ મંજૂર કરાય તેવી વૈકલ્પીક વ્યવસ્થા વિચારવામાં આવે તેવી શકયતા છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ આ નવા બજેટાં મકાન વેરા સહિતના વેરાઓના લક્ષ્યાંક ગત વર્ષ જેટલા જ યથાવત રહેશે.

જ્યારે નવા કરવેરા પણ નહી નંખાય અને નવી કેટલીક યોજનાઓનો ઉમેરો થશે.

(4:38 pm IST)