Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટ શહેર - જીલ્લામાં કરોડોના ખર્ચે બની રહેલ ૫ મહત્વના પ્રોજેકટ અંગે મુખ્યમંત્રીનું કલેકટરને તાકીદનું તેડુ : રેમ્યા મોહન ગાંધીનગર દોડી ગયા : રીપોર્ટ અપાયો

એઈમ્સની ૪૦% કામગીરી પૂરી : હિરાસર એરપોર્ટનો ૭૦% રન-વે તૈયાર : ઈશ્વરીયા પાર્કમાં સાયન્સ સીટી ભવન લોકાર્પણની રાહ જોઈ રહ્યુ છે : ઢેબર સેનેટોરીયમની જગ્યા અંગે પણ કલેકટર ધ્યાન દોરશે

રાજકોટ, તા. ૮ : રાજકોટ શહેરમાં કરોડોના ખર્ચે બની રહેલા અત્યંત મહત્વના ૫ પ્રોજેકટ અંગે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કલેકટરને તાકીદનું તેડુ મોકલતા કલેકટર શ્રી રેમ્યા મોહન અને મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ બંને ગાંધીનગર દોડી ગયા છે. રાજકોટમાં બે મહત્વના પ્રોજેકટ એઈમ્સ અને હિરાસર એરપોર્ટ ઉપરાંત માધાપર ચોકડી પર બનેલ ૭ માળની ભવ્ય કોર્ટ સંકુલ બની રહેલ છે. આ ઉપરાંત અદ્યતન પીકનીક પોઈન્ટ ઈશ્વરીયા પાર્ક ખાતે બની રહેલ ૧૦ કરોડના ખર્ચે સાયન્સ સીટી ભવન તથા સિવિલ હોસ્પિટલની સામે આવેલ ૮ કરોડના ખર્ચે બની રહેલ અદ્યતન જનાના હોસ્પિટલ અંગે મુખ્યમંત્રીએ આજે તાકીદની રીવ્યુ મીટીંગ ગોઠવી છે.કલેકટર દ્વારા ઉપરોકત પાંચેય પ્રોજેકટ અંગે મુખ્યમંત્રીને રીપોર્ટ અપાશે. એઈમ્સમાં ૪૦% કામ પૂરૂ થયુ છે. ડિસેમ્બરથી ઓપીડી શરૂ થઈ જશે. તો હિરાસર એરપોર્ટ ખાતે ૭૦% રન-વે બની ગયો છે. ૧૧મીએ શુક્રવારે બે થી ૩ કમાનો છે તે પણ દૂર કરી દેવાશે. ઈશ્વરીયા પાર્કના સાયન્સ સીટી ભવન ખાતે ૯૫% કામગીરી પૂર્ણ થઈ છે. જનાના હોસ્પિટલનું કામ પણ ગતિમાં છે અને માધાપર ચોકડી ખાતે કોર્ટ સંકુલના પાયા ખોદાઈ ગયાનું કલેકટરે રીપોર્ટમાં જણાવ્યુ છે.આ મીટીંગમાં ગાંધીનગરથી જે-તે ડીપાર્ટમેન્ટના સચિવો પણ હોવાનાર છે. કલેકટર પોતે કલેકટર કચેરી સામે આવેલ ૨૦૦૦ ચો.મી.ની ઢેબર સેનેટોરીયમની જગ્યા અંગે પણ મુખ્યમંત્રીને અવગત કરાવે તેવી શકયતા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

(12:06 pm IST)