Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દારૂના નશામાં ભાન ભુલી ઝેર પી લીધું: સોઢાણાના ગાંગાભાઇનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૮: પોરબંદરના સોઢાણા ગામે રહેતાં ગાંગાભાઇ ભીખુભાઇ કારાવદરા (ઉ.વ.૪૦)એ ગઇકાલે સવારે દસેક વાગ્યે વાડીએ ઝેરી દવા પી લેતાં પોરબંદર અને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવાયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

ગાંગાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નના હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ તેમને નશો કરવાની આદત હતી. કેટલાક સમયથી વધુ ટેવ પડી ગઇ હતી અને નશો કર્યા બાદ મરી જવાનું રટણ કરવા માંડતા હતાં. ગઇકાલે સવારે પણ નશો કર્યા બાદ ભાન ભુલી ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડ અને સંજયભાઇએ બગવદર પોલીસને જાણ કરી હતી.

(12:07 pm IST)