Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મિરાણીની દિકરીનો પ્રેરણાદાયી લગ્ન પ્રસંગ

મીરાણી પરિવારે વ્હાલના દરિયાને ગૌભકિત દ્વારા વળાવ્યો

ગૌ પુજનથી માંગલીક અવસરનો પ્રારંભ કર્યો, ૫૧ વૃક્ષોનું રોપણ કરી ૩ વર્ષ સુધી ઉછેર કરશેઃ ગૌશાળાઓમાં ઘાસ અર્પણઃ જરૂરીયાતમંદ પરિવારોને રાશનકીટ અર્પણઃ નિલ અને પ્રાચી ઉપર અભિનંદન વર્ષા

રાજકોટઃ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં આંશિક રાહત મળી છે. પરંતુ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. લગ્નપ્રસંગ જેવા શુભ કાર્યો લોકો પરિવારજનોની હાજરીમાં જ પૂર્ણ કરી લ્યે છે. દરમિયાન રાજકોટમાં મીરાણી પરિવારના આંગણે યોજાયેલ લગ્ન પ્રસંગને સેવામય રીતે ઉજવી એક પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયું છે.

પૂર્વ કોર્પોરેટર અને આર્કીટેકની દુનિયામાં નામના ધરાવતા એવા શ્રી ધર્મેન્દ્રભાઇ અમૃતલાલ મીરાણી અને અ.સૌ. ચારૂબેનના સુપુત્રી ચિ. પ્રાચીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કિરણબેન તથા રાજેશકુમાર કાંતિલાલ પુજારાના સુપુત્ર ચિ. નીલ સાથે તાજેતરમાં સંપન્ન થયા હતા. લગ્નની સાથો સાથ સેવાકીય કાર્યો કરી આ લગ્નને યાદગાર બનાવ્યો હતો. જેની વિગત આ મુજબ છે.

. લાલપર ગામે સ્થીત વૃજ ઇન્ડસ્ટ્રીઝ ખાતે લગ્નના માંગલીક અવસરની શરૂઆત ગૌપુજનથી કરેલ. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ઓકિસજનની તંગીના પગલે ૫૧ વૃક્ષનું રોપણ કરી ૩ વર્ષ સુધી ઉછેર કરશે.

. વિવિધ ગૌશાળામાં ગાયો માટે ઘાસ અને ખોળ આપેલ છે.

. દ્વારીકા ગામમાં સંચાલીત રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર, દ્વારકા માતુશ્રી વિરબાઇમાં આદર્શ લગ્નોત્સવમાં પોતાના લગ્નના દિવસે એક દિકરીના લગ્નમાં યજમાન બન્યા હતા.

. રાજકોટ કોરપેડ ફાઉન્ડેશનમાં જરૂરીયાત પરિવારોને રાશન કીટ આપેલ.

આ શુભકાર્ય બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મીરાણી અને પુજારા પરિવારને પત્ર પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરુપ માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે લગ્નપ્રસંગ યોજાયા  હતા. (ધર્મેન્દ્રભાઇ મીરાણી મો.૯૪૨૬૮ ૧૭૫૫૫)

(12:08 pm IST)