Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નિઃશુલ્ક રસીકરણ અને નિઃશૂલ્ક અનાજના નિર્ણયને આવકારતા ભંડેરી - ભારદ્વાજ - મિરાણી

રાજકોટ, તા. ૮ :  ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણયને આવકારતા જણાવેલ કે નરેન્દ્રભાઇ મોદીએ નવમી વખત રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દેશના ૮૦ કરોડ જરૂરીયાતમંદ લોકોને દિવાળી સુધી નિઃશૂલ્ક રેશન આપવામાં આવશે તેમજ ર૧ જુન વિશ્વ યોગ દિવસથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે ભારત સરકાર રાજયો ને મફત વેકસીન ઉપલબ્ધ કરાવશે, ઉત્પાદનમાં ૭પ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ઉઠાવશે. રાજય સરકારને મફત વેકસીન આપશે. હાલમાં અમુક એકસપર્ટ દ્વારા બાળકોને લઇ ચિંતા વ્યકત કરવામાં આવી છે, અને તેમાં બે વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને એક નેઝલ વેકસીનનું કામ પણ ચાલુ છે. ત્યારે કોરોનાના કેસો દેશમાં ઘટતા જાય છે જેથી દરેક રાજયોએ લોકડાઉનના નિયમો હળવા કરી રહ્યા છે. દેશવાસીઓ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરે અને રસી લે. તોે ભારત દેશ જલ્દી કોરોનાથી મુકત થશે અને આપણે જલ્દી કોરોનામુકત થશું. તેમ અંતમાં શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજ, શ્રી મિરાણીએ જણાવેલ છે.

(2:57 pm IST)