Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રેલ્વે મઝદુર સંઘ દ્વારા વૃક્ષારોપણ

 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ રાજકોટ મંડલ દ્વારા ઓફીસ, કોલોની, કવાર્ટર પર ૫૧ વૃક્ષોનું રોપણ કરાયુ હતુ. મંડલ મંત્રી હિરેન મહેતા અને સભ્યો દ્વારા હાથ ધરાયેલ આ વૃક્ષારોપણ કાર્યમાં મયુરસિંહ, જસ્મીન ઓઝા, ભુપત ચાવડા, ઇકબાલભાઇ, ચૌધરીભાઇ, આચાર્યભાઇ, અવનીબેન ઓઝા, ધર્મીષ્ઠા પૈઝા તેમજ અન્ય કર્મચારીઓ સાથે જોડાયા હતા. કોલોનીની મહીલાઓએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો અભિગમ દર્શાવ્યો હતો. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(2:59 pm IST)