Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સગાઈ તોડી નાખવાના ઈરાદે અપહરણના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૮ :. સગાઈ તોડી નાખવાના ઈરાદે કરવામાં આવેલ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો સેસન્સ અદાલતે આગોતરા જામીન પર છૂટકારો ફરમાવેલ છે.

અત્રેના આરોપી રક્ષીત હરેશભાઈ પબાણી રહે. જૂનાગઢવાળા તથા અન્ય આરોપીઓ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનાહીત કાવત્રુ રચી તથા અપહરણ કરવાનો ગુન્હો નોંધતા આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી નિરજભાઈ મોહનભાઈ બાણુગરીયા રહે. સાકેત હાઈટ્સ મવડી પોલીસ હેડ કવાર્ટસ પાસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૬૫, ૩૨૩, ૫૦૬(૨), ૧૪૩ હેઠળ ફરીયાદ નોંધાવેલ. તપાસ કરનાર અધિકારીએ ત્યાર બાદ ચાલુ તપાસના કામે ઈ.પી.કો. કલમ ૩૪, ૧૨૦(બી), ૧૪૮, ૧૪૯, ૧૪૪ કલમનો ઉમેરો કરેલ હતો. જેથી આરોપી રક્ષીત પાબાણીએ પોલીસ ધરપકડથી બચવા રાજકોટ સેસન્સ કોર્ટમાં તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને જેથી કોર્ટ સરકારી વકીલને નોટીસ ઈશ્યુ કરેલ હતી.

આરોપીના એડવોકેટ સ્તવન મહેતા દ્વારા જામીન અરજીના કામે ધારદાર દલીલ કરવામાં આવેલ હતી કે ફરીયાદી હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થઈ ગયેલ છે અને સામાન્ય બોલાચાલીના બનાવને ગંભીર બનાવી ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી જૂનાગઢ રહેતો હોય એટલે સાક્ષી પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રશ્ન નથી, ફરીયાદ જોતા અજાણ્યા ઈસમો સામે ફરીયાદીને રસ્તામાં ઉભો રાખી ગાળો આપી સ્કૂટરમાં બેસાડી નજીકમાં આવેલ ખુલ્લા પ્લોટમાં લઈ જઈ માર મારેલનો આક્ષેપ છે અને ઈજા પામનારને સામાન્ય ઈજા થયેલ છે અન્ય આરોપીને સેસન્સ કોર્ટે રેગ્યુલર જામીન આપેલ હોય તેમજ હાલના આરોપીના ગુનાહીત ઈતિહાસ ન હોય તેમજ સર્વોચ્ચ અદાલતના આગોતરા જામીન અરજી સબંધે ચુકાદાઓ ટાંકી આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરવા અરજ કરેલ હતી.

બન્ને પક્ષોની વિગતવાર દલીલ સાંભળ્યા તેમજ પોલીસ તપાસના કાગળો તથા તપાસનીશ અધિકારીએ કરેલ સોગંદનામુ વંચાણે લીધા બાદ સેસન્સ કોર્ટે આરોપી રક્ષીત હરેશભાઈ પાબાણીની આગોતરા જમીન અરજી મંજુર કરેલ હતી. આ કામે આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ સ્તવન મહેતા, કૃષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ હતા

(2:59 pm IST)