Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૮: અત્રે સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મના આરોપસર પકડાયેલ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

આ કેસની વિગત એવી છે કે આરોપી હિતેશ ધીરૂભાઇ બારૈયા ધંધો મજુરી રે. ગામ વડાળી તા. જિ. રાજકોટ હાલ સેન્ટ્રલ જેલ ને રાજકોટ શહેર આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૩) તથા પોકસો ર૦૧રની કલમ(૬) વગેરે મુજબ ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ કે, તેની સગીર વયની દિકરી જેની ઉંમર ૧પ વર્ષ  ૧૧ માસ વાળીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણાના કબજામાંથી અપહરણ કરી લઇ ભોગ બનનાર સાથે તેની મરજી વિરૂધ્ધ બળજબરી કરી અવારનવાર શરીરસંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ થતા આરોપી અરજદારની તા. ર-પ-ર૧ના રોજ ધોરણસર અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ.

ત્યારબાદ પાસ પૂર્ણ થતા અરજદાર આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ થયે પોકસી સેશન કેસ દાખલ થતા અરજદાર આરોપી દ્વારા ચાર્જશીટ થયેલ હોય સંજોગો બદલાયેલ હોય પુનઃ જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ હતી.

સરકાર પક્ષે સરકારી વકીલ એ.એસ. ગોગિયાએ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે અરજદાર આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનાનો આરોપ છે અરજદાર આરોપીએ અગાઉ જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ જે કોર્ટ દ્વારા ભોગ બનનારની ઉંમર, ગુન્હાની ગંભીરતા તથા સજાની જોગવાઇઓ ધ્યાને લઇ ગુણદોષ ઉપર જાહેર કરેલ છે.

અરજદાર આરોપી તેમજ ફરીયાદી એક જ ગામના હોય તેમની વાડી બાજુમાં બાજુમાં હોય તેવા સંજોગોમાં અરજદાર આરોપી ફરીયાદી સાહેદો તોડવા ફોડવા પ્રયત્ન કરે તેમજ કેસને નુકશાન પહોંચાડે તેવી દહેશત હોય હાલની અરજી રદ કરવા રજુઆત કરેલ હતી.

બંને પક્ષોની દલીલો તેમજ તપાસના પેપર્સ, પોલીસ અમલદારનો અભિપ્રાય વગેરે ધ્યાને લીધા બાદ એડીશનલ સેશન જજ અને સ્પે. જજ પોકસો કે. ડી. દવે દ્વારા અરજદાર આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ થતા કેસના ગુણદોષમાં કોઇ સંજોગો બદલાયેલ હોય તેવી કોઇ જ હકીકત રેકર્ડ ઉપર આવતી ન હોય જેથી ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અરજદાર આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો. આ કામે સરકારપક્ષે પબ્લીક પ્રોસીકયુટર વકીલ અનિલ એસ. ગોગિયા એ રજુઆત કરેલ.

(3:01 pm IST)