Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પ્રમુખપદે મહેશભાઈ મહેતાની વરણી

ફેમીલી પ્લાનિંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા રાજકોટ બ્રાંચની વાર્ષિક સાધારણ સભા તથા નવા હોદેદારોની વરણી સંપન્ન

રાજકોટ, તા. ૮ :. તાજેતરમાં ફેમીલી પ્લાનિંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા રાજકોટ બ્રાંચની વર્ષ ૨૦૧૯ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન પ્રાર્થના હોલ, રામ મંદિર સેવા ટ્રસ્ટ ખાતે ગોંડલ રોડ મુકામે કરવામાં આવેલ. જેમાં સંસ્થાનો સ્ટાફ ગણ, સ્વયંસેવકો તથા યુવા કારવાઓએ સક્રિય રીતે સહભાગી થયા હતા.

સૌ પ્રથમ સંસ્થાના સ્વ. જશુભાઈ પટેલના દિવંગત માટે સૌએ મૌન પાળીને પ્રાર્થના યાચી હતી. ત્યાર બાદ સંસ્થાના ઈન્ચાર્જ બ્રાંચ મેનેજર મહેશભાઈ રાઠોડ દ્વારા સભાનો હેતુ સ્પષ્ટ કરાયો હતો તથા સંસ્થાના ઓર્ડિનરી મેમ્બર જમનાદાસ પનારા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ, ત્યાર બાદ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મહેતા દ્વારા વાર્ષિક મીટીંગ ૨૦૧૮ની મિનીટ્સને બહાલી આપી હતી. તેમજ વાર્ષિક રીપોર્ટ ૨૦૧૯નું વાંચન સંસ્થાના બ્રાંચ એકઝીકયુટીવ કમિટીના સદસ્ય શ્રીમતી અવનીબેન ઓઝા દ્વારા કરવામાં આવેલ. તથા સંસ્થાના હિસાબો અને નાણાકીય બાબતો માટે ઓડીટર્સની નિમણુક સમિતિ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના સીનીયર વોલન્ટીયર પ્રો. પ્રદીપભાઈ જોબનપુત્રા સંસ્થાના બંધારણીય સુધારાઓ બાબતે માહિતગાર કરેલ.

ઉપરાંત વર્ષ દરમ્યાન કોવિદ -૧૯ ના રોગચાળા ના અટકાયત રૂપે પગલા અને સાવચેતી માટેના જાગૃતિ કાર્યક્રમો માં સક્રિય સહભાગી થયેલ સંસ્થાના સ્ટાફ ગણને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન્યા હતા. તેમજ સંસ્થામાં ૩૭ વર્ષ સુધી પરિચારિકા તરીકે સેવાઓ આપીને વયમર્યાદાને કારણે નિવૃત થનાર શ્રીમતી પુનમબેન ભરાડને સા લ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ  આ તકે સંસ્થાના સીનીયર વોલન્ટીયર પ્રો પ્રદીપભાઈ જોબનપુત્રા દ્વારા શ્રીમતી પુનમબેન ભરાડની સેવાઓને બિરદાવેલ.

આ ઉપરાંત સંસ્થાના નવનિયુકત હોદ્દેદારો ની વરણી ત્રિવાર્ષિક સભા ૨૦૨૧ -૨૦૨૪ માટે કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે ડો. વિક્રમભાઈ દોશી તથા અવનીબેન ઓઝા , સેક્રટરી તરીકે હસમુખભાઈ જરીયા તથા ખજાનચી તરીકે વિજયભાઈ ધગત તથા નિકિતા સોનગરાની સર્વાનુમતે નિમણુંકો કરવામાં આવેલ તથા રાજેશભાઈ ગોંડલીયા, રાધિકાબેન પરમાર, પ્રિયાબેન ત્રિવેદી, તેજસભાઈ શાહ,  સી. રૈયાણી, ઝેવરબેન ટીમનીયા, પરેશભાઈ જનાણી વગેરે સદસ્યો તરીકે નિયુકત થયા હતા.

વાર્ષિક સભાના અંતે કરિશ્મા મોઘલ દ્વારા આભાર વિધિ કરી પૂર્ણ જાહેર કરેલ. આ વાર્ષિક સભા  માટે એફ પી એ આઈ રાજકોટ શાખાના સ્ટાફગણ , વોલન્ટીયર દ્વારા સક્રિય જહેમત ઉઠાવાઇ હતી.

(3:07 pm IST)