Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સિવિલ કોવિડ સેન્ટર આસપાસના રેડ ઝોનના બોર્ડ હટાવી લેવાયા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ કરવામાં આવતાં આ હોસ્પિટલના એરિયાને રેડ ઝોન જાહેર કરાયો હતો. સામાન્ય નાગરિકોને કોવિડ હોસ્પિટલ એરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હતો. હવે કોરોના કેસ ઘટી ગયા હોઇ હોસ્પિટલ તંત્રએ થોડી રાહત અનુભવી છે. કોવિડ હોસ્પિટલના અલગ અલગ એન્ટ્રી ગેઇટ ઉપર રેડઝોનના બોર્ડ મુકાયા હતાં. તે હવે હટાવી લેવાયા છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:09 pm IST)