Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મ.ન.પા.ના નંદનવન અને લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી માઁ કાર્ડ નિકળશે

હાલમાં સરકારમાંથી માઁ કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોઇ, હોસ્પિટલમાં દાખલ થવા અથવા દાખલ થયેલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે ફકત ૧૦ દિવસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ : માહિતી આપતા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયા

રાજકોટ તા. ૮ : રાજ્ય સરકારમાંથી મૉ કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાથી અનેક જરૂરીયાતમંદ દર્દીઓને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે ત્યારે મ.ન.પા.ના નંદનવન અને લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી જરૂરીયાતવાળા દર્દીઓને માઁ કાર્ડ કાઢી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયાએ જાહેરાત કરતા જણાવેલ કે સરકાર દ્વારા હાલમાં માઁ કાર્ડની કામગીરી બંધ કરાઇ છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ દાખલ થનાર દર્દીઓને માઁ કાર્ડ માટે ભારે મુશ્કેલી સર્જાતી હોઇ આવા ખાસ ઇમરજન્સી કિસ્સાઓમાં મ.ન.પા.ના નંદનવન અને લક્ષ્મીવાડીના આરોગ્ય કેન્દ્રમાં ફકત ૧૦ દિવસ માટે ઇમરજન્સી કેસ માટે 'માઁ કાર્ડ' કાઢવાની તેમજ રિન્યુ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ માટે દર્દીની કેસ ફાઇલ હોસ્પિટલનો લેટર અને મામલતદાર દ્વારા પ્રમાણિત આવકનો દાખલો વગેરે આધાર - પુરાવા રજૂ કરવાના રહેશે.

(3:10 pm IST)