Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાત્રે ટી-સ્ટોલ, ગાંઠીયા તથા પાન -કોલ્ડ્રીંકસની દુકાન ખુલ્લી રાખનારા ૭ વેપારી દંડાયા

રાજકોટ,તા. ૮: શહેરમાં કોરોના મહામારી અંતર્ગત રાત્રે નવ વાગ્યા પછી વ્યાપાર ધંધા બંધ રાખવા અંગે પોલીસે કમીશનરના જાહેરનામાાનો ભંગ કરનારા સાત વેપારીઓ સામે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી છે.

કોરોના મહામારીમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડપાર્લર સવારના  ૯ થી રાત્રે ૯ સુધી પાર્સલ સુવિધા ચાલુ રાખવાનું પોલીસ કમિશ્નરના જાહેરનુ હોઇ છતાં કેટલાક વેપારીઓ વેપાર ધંધા ચાલુ રાખતા પોલીસે દ્વારા જાહેરનામાની કડક અમલાવારી કરાવવામાં આવે છે.જેમાં ગઇ કાલે માલવીયાનગર પોલીસ મથકની પી.આઇ. કે.એન.ભુકણ પી.એસ.આઇ વી.કે.ઝાલા, એમ.એસ.મહેશ્વરી, આર.એલ.પટણા તથા એ.એસ.આઇ જી.કે.પરમાર સહિતના સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી રાત્રે નવ પછી સ્વામીનારાયણ ચોકમાં મોમાઇ ટી-સ્ટોલના અજય ચંદુભાઇ સુસરા, ગોંડલ રોડ પર ખેતલા આપા ટી સ્ટોલના, વિજય ગેલાભાઇ વકાતર, ગોકુલધામ મેઇન રોડ રજવાડી ગાંઠીયાના વેપારી, મયુર ચંદુભાઇ તાજપરા, ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીકસના વિમલ નરશીભાઇ ચૌહાણ, માયાણી ચોકમાં ઠંડા પીણાની દુકાન ધરાવતા મયુર જયંતીભાઇ કીકાણી, ફ્રેશસ જયુસ દુકાન ધરાવતા કમલેશ શાંતીલાલભાઇ વઘાસીયા અને ડીલક્ષ દાળ પકવાન નામે દુકાન ધરાવતા હિતેષ મનુભાઇ  દવે સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)